
51માં વર્ષ નું ગોલ્ડન જ્યુબીલી ઉત્સવ સાથે નવા વર્ષમાં સમાજનું સૌથી મોટુ સ્નેહ સંમેલન
🙏તા 15/11/2026 ને કારતક સુદ છઠ ને રવિવારે બોટાદ, નવા વર્ષમાં, દિવાળી વેકેશનના સમયે
🙏 51 યજ્ઞકુંડ નું આયોજન કરેલ છે. તેમાં 151 યજમાન લાભ લેશે, ફક્ત 2100/₹ માં યજ્ઞમાં બેસી શકે.
🙏 નવા વર્ષમાં સંત સમેલન ના દર્શન નો લાભ.
🙏 બોટાદ ના આંગણે પહેલીવાર વરિયા પ્રજાપતિ સમાજનું 10 થી 12 હજાર જ્ઞાતિજનોનું સ્નેહ સંમેલન
🙏 51 યજ્ઞકુંડ નું આયોજન કરેલ છે. તેમાં 151 યજમાન યજ્ઞમાં બેસી લાભ લેશે. એક જોડી યજમાન દીઠ ફક્ત 2100/₹. માં જ઼ લાભ લઇ શકશે. દેહ શુદ્ધિ નો કાર્યક્રમ યજ્ઞના આગલા દિવસે સાંજે 4 વાગ્યે રાખેલ છે. ત્યારબાદ 51 યજ્ઞના મૈન પાટલા ની ઉછામણી કરવામાં આવશે. સગા સબન્ધીઓ યજ્ઞ માં પાટલે સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરી અપાશે. રાત્રે રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરેલ છે. પાટલે બેસનારને લેમિનેશન વાળો માતાજીનો ફોટો ગિફ્ટ આપવામાં આવશે. યજમાને ફકરો ખેસ અને ચૂંદડી લઈને જ઼ આવવાનું રહેશે. સ્થળ વરિયાદેવી નું મંદિર જ રહેશે. દરેક યજ્ઞ કુંડ ઉપર એક મુખ્ય યજમાન પાટલો તેમજ બે જોડે યજમાન બેસશે. કુલ એક યજ્ઞ ઉપર ત્રણ યજમાન બેસી શકે. તો યજ્ઞનો લાભ લેવા ઈચ્છતા જ્ઞાતિજનો એ વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવી દેવા, નામ નોંધવાનું ચાલુ થઇ ગયેલ છે. મોડું નો થાય. પાંચ નામ નોંધાઈ ચુક્યા છે. સંપર્ક બોટાદ પંકજભાઈ મોં. 9824836906
નવા વર્ષમાં આપણે આપડા ગોઠીભાઈઓની કુટુંબની કુળદેવી માતાજીના મઢે માંડવા કરીને નિવૈદ કરીને તેમના દર્શન કરીને દાન દક્ષિણા આપીને દર વર્ષે નવા વર્ષની શરૂઆત કરીએ છીએ.તો આ વર્ષે આખા સમાજની કુળદેવી નો ઉત્સવ છે. તો જાણો બોટાદ ખાતે આપના વડીલોએ આજથી 51 વર્ષ પહેલા રાજસ્થાન ભીનમાલમાં (વર્ષો પહેલા ભીનમાલ આપણું વતન છે એવું બારોટ ચોપડે બોલે છે.) સરિયાં દેવિનું શિખરબંધ મંદિર છે, તેથી તે સરિયાં દેવીની મૂર્તિ જેવી જ મૂર્તિ જયપુર બનાવી લાવીને તે મૂર્તિ ને ત્યાંથી વરીને લાવ્યા તેથી વરિયાદેવી નામ આપીને બોટાદ સ્થાપના કરેલી છે તેથી તે આપણી સમાજની કુળદેવી છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા ને 51માં વર્ષ ની ગોલ્ડન જ્યુબીલી તિથિના સમયને નવા વર્ષમાં દિવાળી વેકેશન માં 15/11/2026 *કારતક સુદ છઠ ને રવિવારે રાખવામાં આવેલ છે તેથી આપણે સમાજની માં વરિયા દેવીને યાદ કરી અને તેમનો ઉત્સવ ઉજવવો જોઈએ, અને સમાજની એકતા બતાવવી સમાજનું શક્તિ પ્રદશન કરવું જોઈએ. તો જ઼ માતાજીની દયા વરસતી રહેશે. માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા ને 25 માં વર્ષની રજત મહોત્સવ મા આપણે જોરદાર આયોજન કરેલું, તે દરેકને યાદ હશે. તેના પહેલા 10 વર્ષેમાં કળશ પ્રતિષ્ઠા મહોત્સવ યાદગાર ઉજવવામા આવેલ. વરિયા પ્રજાપતિ આખો સમાજ કામધંધા છોડીને દરેક જ્ઞાતિજનો બોટાદમાં સાગમતે હાજર રહેલા. તેનાથી સારું હવે 51 માં વર્ષે માતાજીનું ઉત્સવનું જોરદાર આયોજન કરેલ છે.
25 - 26 વર્ષ પછી આવો સમય આવ્યો છે કે આખો સમાજ હિલોરે ચઢવાનો ઉત્સવ આવ્યો છે. અમે બીજા શક્તિશાલી સમાજ કરતા પાછળ નથી. તે એકતા બતાવવાનો અવસર આવ્યો છે. તો ચાલો બોટાદ આવવા બધા તૈયાર થઇ જાવ. આવો અવસર હવે પછી નહીં જોવા મળે. તો ખાસ લાભ લો.


